PM Poshan Yojana Gujarat Bharti: પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાતમાં 217+ ખાલી જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
PM Poshan Yojana Gujarat Bharti । પીએમ પોષણ યોજના ગુજરાત ભરતી
સંસ્થા | જિલ્લા પી.એમ પોષણ યોજના |
પદ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 22 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://mdm.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
જિલ્લા પી.એમ પોષણ યોજનના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 22 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના 10 દિવસની અંદર એટલે કે 01 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
જિલ્લા પી.એમ પોષણ યોજનાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
અરજી ફી:
એમડીએમ ગુજરાતની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
ખાલી જગ્યા:
જિલ્લા પી.એમ પોષણ યોજનાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કુલ 217 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 01 તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 216 જગ્યાઓ ખાલી છે.
વયમર્યાદા:
મીડ ડે મિલ ભરતી ગુજરાતની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા:
એમડીએમ ગુજરાતની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
પગારધોરણ:
મીડ ડે મિલ ભરતી ગુજરાતની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે.
પદનું નામ | વેતન |
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂપિયા 15,000 ફિક્સ |
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર | રૂપિયા 15,000 ફિક્સ |
શેક્ષણિક લાયકાત:
મીડ ડે મિલ ભરતી ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે બંને પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ જરૂરથી લેવું.
પદનું નામ | શેક્ષણિક લાયકાત |
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | કોઈપણ સ્નાતક |
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર | ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા સાયન્સની ડિગ્રી |
અરજી પ્રક્રિયા:
- એમડીએમ ગુજરાતની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- ત્યારબાદ તમારે યોજનાની સત્તાવાર વેબસાઈટ www.collectorbharuch.gujarat.gov.in પર જવાનું રહેશે.
- અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી ફોર્મ જોવા મળી જશે તે ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પહોચડવાનું સરનામું – જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન યોજના)ની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ 392001 છે.
આ પણ વાંચો:
- ગુજરાતની નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર 94+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક સહીત વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 30,000 સુધી
- ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
I need teacher related vacancy in like anganwadi.
I have ph.d degree.but I am interested in this type of work.