VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ સૈનિકના પદ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 26,000 થી શરૂ

Published On: September 30, 2024
Follow Us
VMC Recruitment 2024

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ સૈનિકના પદ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

VMC Recruitment 2024 | Vadodara Municipal Corporation Recruitment 2024

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પદસૈનિક
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ12 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://vmc.gov.in/

મહત્વની તારીખો:

વડોદરા મહાનગરપાલિકાના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 12 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

વડોદરા મહાનગરપાલિકાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સૈનિક (ફાયરમેન)ની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

ખાલી જગ્યા:

વડોદરા મહાનગરપાલિકાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કુલ 51 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

પગારધોરણ:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને પ્રથમ ત્રણ વર્ષ માટે રૂપિયા 26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જો કામગીરી સંતોષકારક રહેશે તો આ પગાર વધીને રૂપિયા 19,900 થી 63,200 સુધી કરવામાં આવશે.

વયમર્યાદા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી વિભાગની આ ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

શેક્ષણિક લાયકાત:

વીએમસી વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 માંગવામાં આવી છે. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ જરૂરથી લેવું.

પસંદગી પ્રક્રિયા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે શારીરિક કસોટી અને લેખિત કસોટી લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે કોઈપણ પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

અરજી ફી:

વડોદરા મહાનગરપાલિકાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિનઅનામત શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 તેમજ અનામત શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 ભરવાના રહેશે.

અરજી પ્રક્રિયા:

  • વીએમસી વડોદરાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment

Please Wait...

Redirecting in 10 seconds