ISRO HSFC Recruitment 2024: ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 2,08,700 સુધી

Published On: October 4, 2024
Follow Us
ISRO HSFC Recruitment 2024

ISRO HSFC Recruitment 2024: ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

ISRO HSFC Recruitment 2024 । Indian Space Research Organisation Human Space Flight Centre Recruitment 2024

સંસ્થાભારતીય અવકાશ સંશોધન સંસ્થા
પદઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ19 સપ્ટેમ્બર થી 09 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.isro.gov.in/

મહત્વની તારીખો:

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 19 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી. જો તમારી પાસે કોમ્પ્યુટર છે તો તમે જાતે પણ અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના જન સેવા કેન્દ્ર પર જઈ પોતાની અરજી સબમિટ કરી શકો છો.

પદોના નામ:

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર-એસ.ડી, મેડિકલ ઓફિસર-એસ.સી, સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન તથા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

પગારધોરણ:

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ તમને કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની વિગતો તમને નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પદનું નામવેતન
મેડિકલ ઓફિસર-એસ.ડીરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
મેડિકલ ઓફિસર-એસ.સીરૂપિયા 56,100 થી 1,77,500 સુધી
સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સીરૂપિયા 56,100 થી 1,77,500 સુધી
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 44,900 થી 1,42,400 સુધી
સાયન્ટિફિક આસિસ્ટન્ટરૂપિયા 44,900 થી 1,42,400 સુધી
ટેક્નિશિયનરૂપિયા 21,700 થી 69,100 સુધી
ડ્રાફ્ટ્સમેનરૂપિયા 21,700 થી 69,100 સુધી
આસિસ્ટન્ટરૂપિયા 25,500 થી 81,100 સુધી

વયમર્યાદા:

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં વય મર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે. આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

પદનું નામવયમર્યાદા
મેડિકલ ઓફિસર-એસ.ડી18 થી 35 વર્ષ
મેડિકલ ઓફિસર-એસ.સી18 થી 35 વર્ષ
સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી18 થી 30 વર્ષ
ટેક્નિકલ આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
સાયન્ટિફિક આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
ટેક્નિશિયન18 થી 35 વર્ષ
ડ્રાફ્ટ્સમેન18 થી 35 વર્ષ
આસિસ્ટન્ટ18 થી 28 વર્ષ

ખાલી જગ્યા:

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની અધિકૃત જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર-એસ.ડીની 02, મેડિકલ ઓફિસર-એસ.સીની 01, સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સીની 10, ટેક્નિકલ આસિસ્ટન્ટની 28, સાયન્ટિફિક આસિસ્ટન્ટની 01, ટેક્નિશિયનની 43, ડ્રાફ્ટ્સમેન 13 તથા આસિસ્ટન્ટની 05 આમ કુલ 103 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. અન્ય લાયકાત સંબંધિત તમામ માહિતી માટે તમારે સત્તાવાર સૂચનાનો અભ્યાસ કરવાનો રહેશે.

પદનું નામશેક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર-એસ.ડીએમ.બી.બી.એસ ડિગ્રી
મેડિકલ ઓફિસર-એસ.સીએમ.બી.બી.એસ ડિગ્રી
સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સીબી.ઈ, બી.ટેક + એમ.ઈ, એમ.ટેક
ટેક્નિકલ આસિસ્ટન્ટએન્જીનીયરીંગ ડિપ્લોમા
સાયન્ટિફિક આસિસ્ટન્ટબી.એસ.સી
ટેક્નિશિયનધોરણ-10 પાસ તથા અન્ય
ડ્રાફ્ટ્સમેનધોરણ-10 પાસ તથા અન્ય
આસિસ્ટન્ટકોઈપણ સ્નાતક

પસંદગી પ્રક્રિયા:

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન અલગ અલગ કસોટી લીધા બાદ કરવામાં આવશે જેની પ્રક્રિયા નીચ મુજબ છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે તમામ પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

  • સ્ક્રીનીંગ
  • લેખિત કસોટી / કોમ્પ્યુટર આધારિત કસોટી
  • કૌશલ્ય પરીક્ષણ (જો જરૂરી હોય તો)
  • ઇન્ટરવ્યૂ (જો જરૂરી હોય તો)

અરજી ફી:

ઈસરોની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે. સીબીટી પૂર્ણ થયા બાદ રૂપિયા 400 કેન્ડિડેટને ફરીથી આપી દેવામાં આવશે જયારે આ સિવાય તમામ કેટેગરીના લોકોને અરજી ફી ભરવાની રહેતી નથી.

અરજી પ્રક્રિયા:

  • ઈસરોની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઈસરોની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment

Please Wait...

Redirecting in 10 seconds