Coast Guard Recruitment 2024: ભારતીય તટ રક્ષક દળમાં ધોરણ-10 પાસ પટાવાળા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Coast Guard Recruitment 2024: ભારતીય તટ રક્ષક દળમાં ધોરણ-10 પાસ પટાવાળા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Coast Guard Recruitment 2024 । ભારતીય તટ રક્ષક દળ ભરતી 2024

સંસ્થાભારતીય તટ રક્ષક દળ
પદવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ14 સપ્ટેમ્બર થી 28 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://indiancoastguard.gov.in/

મહત્વની તારીખો:

ભારતીય તટ રક્ષક દળના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 14 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

ભારતીય તટ રક્ષક દળની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સ્ટોર કીપર ગ્રેડ-2, એન્જીન ડ્રાઈવર, સરંગ લસ્કર, મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર, લસ્કર ફસ્ટ ક્લાસ, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) તથા રીગરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

પગારધોરણ:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને પોસ્ટ મુજબ અલગ અલગ રૂપિયા 21,700 થી લઇ 56,100 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે.

શેક્ષણિક લાયકાત:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ ધોરણ 10 પાસ / 12 પાસ માંગવામાં આવી છે. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

સરકારી વિભાગની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન અરજીઓની ચકાસણી, દસ્તાવેજોની ચકાસણી, લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી તથા મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

અરજી ફી:

ભારતીય તટ રક્ષક દળની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પોસ્ટલ ફી સ્વરૂપે 50 રૂપિયા ચૂકવવાના રહેશે.

વયમર્યાદા:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ તમામ પોસ્ટ માટે અલગ લેગ 30 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. સરકારી વિભાગની આ ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી પ્રક્રિયા:

  • ગવર્નમેન્ટ ડીપાર્ટમેન્ટની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો જાહેરાતમાં આપેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • અરજી ફોર્મ સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પહોચડવાનું સરનામું – કમાન્ડર, કોસ્ટ ગાર્ડ પ્રદેશ (A&N), પોસ્ટ બોક્સ નં.716, Haddo (PO), પોર્ટ બ્લેર 744 102, A&N ટાપુ છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment