GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
GSRTC Recruitment 2024 | Gujarat State Road Transport Corporation Recruitment 2024
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ |
પદ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 01 ઓક્ટોબર થી 16 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://gsrtc.in/ |
મહત્વની તારીખો:
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 01 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા વેલ્ડર, એમ.વિ.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનીસ્ટ, સીટ મેટલ વર્કર તથા પેઈન્ટરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
અરજી ફી:
જી.એસ.આર.ટી.સીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
વયમર્યાદા:
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની જાહેરાતમાં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી શક્ય છે કે આ ભરતીમાં તમામ ઉંમરના અરજદારો અરજી કરી શકે છે. વયમર્યાદા બાબતે જાણકારી તમે સંસ્થાનો સંપર્ક કરીને મેળવી શકો છો.
શેક્ષણિક લાયકાત:
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક આઈટીઆઈ અથવા જરૂરી લઘુત્તમ શેક્ષણિક લાયકાત ધોરણ 10/12 પાસ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
પગારધોરણ:
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ એપ્રેન્ટીસ પ્રકારની ભરતી હોવાથી ઉમેદવારને સિલેક્શન થયા બાદ સરકારના એપ્રેન્ટીસ એક્ટ અનુસાર વેતન ચુકવવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- જી.એસ.આર.ટી.સીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો ભારત સરકારનું એપ્રેન્ટિસ સંબંધિત પોર્ટલ www.apprenticeshipindia.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો.તથા તેની સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમ અથવા રૂબરૂ જઈ સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પહોચડવાનું સરનામું – ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ છે.
આ પણ વાંચો:
- ગુજરાતની નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર 94+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક સહીત વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 30,000 સુધી
- ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
I am interested join the job
I am interested
thank you official site marugujarat
Gam undra
Ta lunavada
Ji mahisagar
Gam undra
Ta lunavada
Ji mahisagar
Contect 9510516840
Job
Ta. Jalalpore.
Dist navsari. Gam kharsad. Contact no 9313772673.
Thank you