Staff Nurse Recruitment Gujarat: ગુજરાત આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સની 1903+ ખાલી જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Staff Nurse Recruitment Gujarat । સ્ટાફ નર્સ ભરતી ગુજરાત
સંસ્થા | ગુજરાત આરોગ્ય વિભાગ |
પદ | સ્ટાફ નર્સ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 05 ઓક્ટોબર થી 03 નવેમ્બર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
ગુજરાત આરોગ્ય વિભાગના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
ગુજરાત આરોગ્ય વિભાગની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સ્ટાફ નર્સ વર્ગ-3ની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
ખાલી જગ્યા:
આરોગ્ય વિભાગની ભરતી સંબંધિત પ્રેસ રિલીઝ મુજબ, ડીપાર્ટમેન્ટ દ્વારા સ્ટાફ નર્સની કુલ 1903 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાતની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ રૂપિયા 40,800 પગાર ચુકવવામાં આવશે ત્યારબાદ આ પગારમાં વધારો થઈને રૂપિયા 29,200 થી 92,300 કરી દેવામાં આવશે.
વયમર્યાદા:
સ્ટાફ નર્સની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
સ્ટાફ નર્સની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી ફી:
સામુહિક આરોગ્ય કેન્દ્રની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવાઓએ રૂપિયા 300 તથા એસ.સી, એસ.ટી, વિકલાંગ તથા એક્સ-સર્વિસમેન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
શેક્ષણિક લાયકાત:
હેલ્થ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બેજીક બી.એસ.સી નર્સિંગ અથવા નર્સિંગ એન્ડ મીડવીફરી (જી.એન.એમ) અથવા ઓક્ઝીલરી નર્સ એન્ડ મીડવીફરી (એ.એન.એમ) પાસ કરેલ હોવું જરૂરી છે. અન્ય લાયકાત સંબંધિત વધુ માહિતી જાણવા માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવું.
અરજી પ્રક્રિયા:
- અરજી કરવા માટે સૌથી પહેલા નીચે આપેલ લીન્કથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસો.
- હવે ગુજરાત સરકારની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરંટ એડવર્ટાઈઝમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ પણ વાંચો:
- સુઝુકી મોટર્સની ગુજરાતમાં ધોરણ- 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ટાટા મોટર્સની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.