Samagra Shiksha Abhiyan Bharti 2024: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટીચરની 265+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Samagra Shiksha Abhiyan Bharti । સમગ્ર શિક્ષા અભિયાન ભરતી
સંસ્થા | સમગ્ર શિક્ષા અભિયાન |
પદ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 30 સપ્ટેમ્બર થી 30 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://samagra.education.gov.in/ |
મહત્વની તારીખો:
સમગ્ર શિક્ષા અભિયાનના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 30 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
સમગ્ર શિક્ષા અભિયાનની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા પ્રાઈમરી સ્કૂલ ટીચર તથા અપર પ્રાઈમરી સ્કૂલ ટીચરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
પગારધોરણ:
સમગ્ર શિક્ષા અભિયાનની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને રૂપિયા 23,000 ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે.
વયમર્યાદા:
શિક્ષણ વિભાગની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી વિભાગની આ ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.
શેક્ષણિક લાયકાત:
શિક્ષણ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
શિક્ષણ વિભાગની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેઓને વર્ગખંડ પ્રદર્શન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
ખાલી જગ્યા:
એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કુલ 265 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી જેમાં પ્રાઈમરી સ્કૂલ ટીચરની 85 તથા અપર પ્રાઈમરી સ્કૂલ ટીચર 180 જગ્યા ખાલી છે.
અરજી ફી:
એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
અરજી પ્રક્રિયા:
- એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો જાહેરાતના નીચેના ભાગમાં એક અરજી ફોર્મ આપેલ છે એની પ્રિન્ટ કાઢી લો.
- અરજી ફોર્મ સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પહોચડવાનું સરનામું – શિક્ષણ વિભાગ, લેખ ભવન, 66 kv રોડ, આમલી સિલવાસા, રૂમ નં. 312, ડીએનએચ અથવા શિક્ષણ નિર્દેશાલય, શિક્ષા સદન, કલેક્ટર કચેરી પાછળ, મોટી દમણ છે.
આ પણ વાંચો:
- ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ સૈનિકના પદ પર ભરતી જાહેર
- પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાતમાં 217+ ખાલી જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર 94+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
Post bharti