PMJAY Gujarat Recruitment: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
PMJAY Gujarat Recruitment । Pradhan Mantri Jan Arogya Yojana Gujarat Recruitment
સંસ્થા | ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી |
પદ | ડીપીસી |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 07 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 07 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ડીસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (ડી.પી.સી) ની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
અરજી ફી:
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
વયમર્યાદા:
પીએમજય યોજનાની આ ભરતીમાં અરજી કરવા માટે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી પરંતુ કરાર આધારિત આ ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.
પસંદગી પ્રક્રિયા:
પીએમજય યોજનાની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
પગારધોરણ:
ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક રૂપિયા 35,000 ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે.
શેક્ષણિક લાયકાત:
ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
અરજી પ્રક્રિયા:
- હેલ્થ ડીપાર્ટમેન્ટ ગુજરાતની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- ત્યારબાદ તમારે વિભાગની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર જવાનું રહેશે.
- અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી કરવા માટેની લિંક જોવા મળી જશે.
- હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
- હવે તમામ માહિતી ફરીથી એકવાર ચકાસીને જો તમામ માહિતી બરાબર હોઈ તો ફોર્મ સબમિટ કરી દો.
આ પણ વાંચો:
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- ગુજરાતની નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર 94+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક સહીત વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 30,000 સુધી
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.