RRB NTPC Recruitment 2024: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ધોરણ-12 પાસ માટે 3445 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

RRB NTPC Recruitment 2024: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

RRB NTPC Recruitment 2024 | Railway Recruitment Board Non- Technical Popular Categories Recruitment 2024

સંસ્થારેલવે ભરતી બોર્ડ
પદઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ21 સપ્ટેમ્બર થી 20 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttp://rrbapply.gov.in/

મહત્વની તારીખો:

રેલવે ભરતી બોર્ડના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 21 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી. જો તમારી પાસે કોમ્પ્યુટર છે તો તમે જાતે પણ અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના જન સેવા કેન્દ્ર પર જઈ પોતાની અરજી સબમિટ કરી શકો છો.

પદોના નામ:

રેલવે ભરતી બોર્ડની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી મુજબ કોમર્શિઅલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપીસ્ટ, ટ્રેન ક્લાર્કની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

ખાલી જગ્યા:

રેલવે ભરતી બોર્ડની અધિકૃત જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, વિભાગ દ્વારા નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી મુજબ કોમર્શિઅલ કમ ટિકિટ ક્લાર્કની 2022, જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટની 990, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપીસ્ટની 361, ટ્રેન ક્લાર્કની 72 આમ કુલ 3445 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

પગારધોરણ:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ તમને કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની વિગતો તમને નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પદનું નામવેતન
કોમર્શિઅલ કમ ટિકિટ ક્લાર્કરૂપિયા 21,700
જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 19,900
એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 19,900
ટ્રેન ક્લાર્કરૂપિયા 19,900

શેક્ષણિક લાયકાત:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. આ ભરતી અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે છે જેથી 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. લાયકાત સંબંધિત તમામ માહિતી માટે તમારે સત્તાવાર સૂચનાનો અભ્યાસ કરવાનો રહેશે.

વયમર્યાદા:

રેલવેની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ જયારે વધુમાં વધુ 33 વર્ષ માંગવામાં આવેલ છે. આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

RRB NTPCની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ (સીબીટી), ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે તમામ પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

અરજી ફી:

RRB NTPCની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે. સીબીટી પૂર્ણ થયા બાદ રૂપિયા 400 કેન્ડિડેટને ફરીથી આપી દેવામાં આવશે જયારે આ સિવાય તમામ કેટેગરીના લોકોને અરજી ફી ભરવાની રહેતી નથી.

અરજી પ્રક્રિયા:

  • RRB NTPCની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ પણ વાંચો:

    આવેદન કરવા માટે જરૂરી લિંક:

    નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
    ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
    Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો
    WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
    Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

    2 thoughts on “RRB NTPC Recruitment 2024: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ધોરણ-12 પાસ માટે 3445 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર”

    Leave a Comment