Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-10 પાસ, 12 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Army Recruitment 2024 । સેના ભરતી 2024
સંસ્થા | ટેરિટોરીયલ આર્મી |
પદ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 04 નવેમ્બર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.jointerritorialarmy.gov.in/ |
પદોના નામ:
આર્મીની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ્સમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી, કારકુન, રસોઇયા વિશેષ, ER, મેનેજર, મેટલ અને લાકડાના કારીગર, ડ્રેસર, મસાલાચી, ઘરની સંભાળ રાખનાર, ધોબી વગેરેનો સમાવેશ થાય છે.
અરજી ફી:
આર્મીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. આનો અર્થ એ છે કે તમામ ઉમેદવારો કોઈપણ ફી વિના આ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ તેમના માટે એક સારી તક છે જેઓ આર્થિક રીતે નબળા છે અને સરકારી નોકરી શોધી રહ્યા છે.
વયમર્યાદા:
સરકારી વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવેલ જાણકારી અનુસાર, આ ભરતી ઉમેદવારો માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે જે લઘુત્તમ વય 18 વર્ષ છે, જ્યારે મહત્તમ વય 42 વર્ષ સુધીની હોવી જોઈએ. વયની ગણતરી ભરતી રેલીની તારીખ પ્રમાણે કરવામાં આવશે, તેથી ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ નિર્ધારિત તારીખે યોગ્ય વયની અંદર છે.
શૈક્ષણિક લાયકાત:
સેનાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે સૂચનનો સંદર્ભ અવશ્ય લો.
- કોન્સ્ટેબલ જીડી: ઉમેદવારે ઓછામાં ઓછા 45% માર્ક્સ સાથે ધોરણ-10 પાસ કરેલ હોવું જોઈએ.
- કોન્સ્ટેબલ ક્લાર્ક: આ પોસ્ટ માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ધોરણ-12 પાસ કરેલ હોવું જોઈએ.
- ટ્રેડ્સમેન પોસ્ટઃ આ માટે ધોરણ-08 અને ધોરણ-10 પાસ કરેલ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા:
સેનાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, કેન્ડિડેટનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
- ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- લેખિત પરીક્ષા
- ટ્રેડ ટેસ્ટ
- તબીબી કસોટી
અરજી પ્રક્રિયા:
આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની જરૂર નથી. તેઓએ પહેલા સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચવાની રહેશે. આ પછી, તમારે તમારા રાજ્ય મુજબ નિર્ધારિત સમયે અને સ્થળે હાજર થવું પડશે. રેલીમાં જતી વખતે ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તવેજો સાથે લઇ જવાના રહેશે.
આ પણ વાંચો:
- ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાત સહીત આખા ભારતમાં કુલ 2235+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.