Gujarat Nagarpalika Bharti 2024: ગુજરાત નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 30,000 સુધી

Gujarat Nagarpalika Bharti 2024: ગુજરાત નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Gujarat Nagarpalika Bharti 2024 | Gujarat Municipality Recruitment 2024

સંસ્થાડાકોર નગરપાલિકા
પદમેનેજર
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ14 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://kheda.nic.in/

મહત્વની તારીખો:

ગુજરાત નગરપાલિકાના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 14 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.

પદોના નામ:

ગુજરાતની નગરપાલિકાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સીટી મેનેજરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાતની નગરપાલિકાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

પગારધોરણ:

ગુજરાત મ્યુનિસિપાલિટીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક ફિક્સ રૂપિયા 30,000 પગાર મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત મ્યુનિસિપાલિટીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે.

શેક્ષણિક લાયકાત:

ડાકોર નગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

અરજી પ્રક્રિયા:

  • ડાકોર નગરપાલિકાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 14 ઓક્ટોબર 2024 સવારે 10:30 થી 11:30 વાગે છે. ઇન્ટરવ્યુનું સ્થળ ડાકોર નગરપાલિકા છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment