GUDC Recruitment 2024: ગુજરાત શહેરી વિકાસ કંપની લીમીટેડમાં ધોરણ-08 પાસ માટે પટાવાળા તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
GUDC Recruitment 2024 । Gujarat Urban Development Company Recruitment 2024
સંસ્થા | ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ |
પદ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 01 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://gudc.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
ગુજરાત શહેરી વિકાસ કંપનીના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 01 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
ગુજરાત શહેરી વિકાસ કંપનીની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ તથા પ્યુન કમ સ્વીપરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
અરજી ફી:
જી.યુ.ડી.સીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
પગારધોરણ:
ગુજરાત શહેરી વિકાસ કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને કેટલા રૂપિયા વેતન મળવાપાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે.
પદનું નામ | વેતન |
ઓફિસ આસિસ્ટન્ટ | રૂપિયા 22,000 |
પ્યુન કમ સ્વીપર | રૂપિયા 16,000 |
વયમર્યાદા:
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી વિભાગ પણ કોન્ટ્રાકટ/આઉટસોર્સીંગની આ ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ.
નોકરીનું સ્થળ:
જી.યુ.ડી.સી લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારો માટે નોકરીનું સ્થળ પી.આઈ.યુ કચેરીઓ જેમ કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત (હાલ વાપી), રાજકોટ તથા ભાવનગર ખાતે રહેશે.
શેક્ષણિક લાયકાત:
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
પદનું નામ | શેક્ષણિક લાયકાત |
ઓફિસ આસિસ્ટન્ટ | કોઈપણ સ્નાતક |
પ્યુન કમ સ્વીપર | ધોરણ-08 પાસ |
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- જી.યુ.ડી.સીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો તમારા બાયોડેટા/રીઝયુમ કંપનીની ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી spelloenterprise(at)gmail(dot)com પર મેલ કરવાના રહેશે.
આ પણ વાંચો:
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટીચરની 265+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-10 પાસ સૈનિકના પદ પર ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
GUDC Recruitment
Hii
Right