Sainik School Gujarat Recruitment: ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Published On: October 11, 2024
Follow Us
Sainik School Gujarat Recruitment

Sainik School Gujarat Recruitment: ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Sainik School Gujarat Recruitment । સૈનિક સ્કૂલ ગુજરાત ભરતી

સંસ્થાસૈનિક સ્કૂલ બાલાચડી
પદવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ28 સપ્ટેમ્બર થી 18 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.ssbalachadi.org/

મહત્વની તારીખો:

સૈનિક સ્કૂલ ગુજરાતના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 28 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના 21 દિવસની અંદર એટલે કે 18 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

સૈનિક સ્કૂલ ગુજરાતની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ક્વાટર માસ્ટર, મેસ મેનેજર, ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી), નર્સિંગ સિસ્ટર, કાઉન્સિલર તથા વોર્ડબોયની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

પગારધોરણ:

સૈનિક સ્કૂલ ભરતી ગુજરાતની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

પદનું નામવેતન
ક્વાટર માસ્ટરરૂપિયા 29,200 થી 92,300 સુધી
મેસ મેનેજરરૂપિયા 29,200 થી 92,300 સુધી
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)રૂપિયા 44,900 તથા અન્ય લાભ
નર્સિંગ સિસ્ટરરૂપિયા 20,000 તથા અન્ય લાભ
કાઉન્સિલરરૂપિયા 25,000 તથા અન્ય લાભ
વોર્ડબોયરૂપિયા 20,000 તથા અન્ય લાભ

વયમર્યાદા:

આર્મી સ્કૂલની આ ભરતીમાં વય મર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ નક્કી કરવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

પદનું નામવયમર્યાદા
ક્વાટર માસ્ટર21 થી 50 વર્ષ સુધી
મેસ મેનેજર21 થી 50 વર્ષ સુધી
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)21 થી 35 વર્ષ સુધી
નર્સિંગ સિસ્ટર18 થી 50 વર્ષ સુધી
કાઉન્સિલર21 થી 35 વર્ષ સુધી
વોર્ડબોય18 થી 50 વર્ષ સુધી

શેક્ષણિક લાયકાત:

સિપાહી શાળા ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ જરૂરથી લેવું.

પદનું નામશેક્ષણિક લાયકાત
ક્વાટર માસ્ટરબી.એ અથવા બી.કોમ તથા અન્ય
મેસ મેનેજરધોરણ-10 પાસ તથા અન્ય
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)સ્નાતક તથા અન્ય
નર્સિંગ સિસ્ટરનર્સિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી
કાઉન્સિલરસબંધિત વિભાગમાં સ્નાતક અથવા અનુસ્નાતક તથા અન્ય
વોર્ડબોયધોરણ-10 પાસ તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

આર્મી સ્કૂલની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન અંતિમ તારીખ સુધી અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેઓને લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

ખાલી જગ્યા:

આર્મી સ્કૂલની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ક્વાટર માસ્ટરની 01, મેસ મેનેજરની 01, ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)ની 02, નર્સિંગ સિસ્ટરની 01, કાઉન્સિલરની 01 તથા વોર્ડબોય 04 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

સૈનિક સ્કૂલ ગુજરાતની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયાની ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો રહેશે.

અરજી પ્રક્રિયા:

  • સિપાહી શાળા ગુજરાતની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો તમારો પાસપોર્ટ સાઈઝ ફોટો અને બાયોડેટા સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પહોચડવાનું સરનામું – આચાર્યશ્રી, સૈનિક સ્કૂલ બાલાચડી પો- બાલાચડી, જામનગર, પિન-361230 છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment

Please Wait...

Redirecting in 10 seconds