Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Published On: October 11, 2024
Follow Us
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Bal Suraksha Vibhag Bharti Gujarat । બાળ સુરક્ષા વિભાગ ભરતી ગુજરાત

સંસ્થાબાળ સુરક્ષા વિભાગ
પદઅલગ અલગ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ11 ઓક્ટોબર થી 17 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://gscps.gujarat.gov.in/

મહત્વની તારીખો:

બાળ સુરક્ષા વિભાગના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 11 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમણે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.

પદોના નામ:

બાળ સુરક્ષા વિભાગની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કુક (રસોઈયા) તથા હાઉસકીપરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

અરજી ફી:

બાળ સુરક્ષા વિભાગની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

વયમર્યાદા:

ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી પરંતુ કરાર આધારિત આ ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

બાળ સંભાળ ગૃહની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

પગારધોરણ:

બાળ સંભાળ ગૃહની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક કેટલા રૂપિયા વેતન મળશે તેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પદનું નામવેતન
કુક (રસોઈયા) રૂપિયા 12,026
હાઉસકીપરરૂપિયા 11,767

અરજી પ્રક્રિયા:

  • ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 17 ઓક્ટોબર 2024 ના રોજ છે જેમાં રજીસ્ટ્રેશનનો સમય સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી છે.
  • ઇન્ટરવ્યુનું સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ -388001 છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Sainik School Gujarat Recruitment

Sainik School Gujarat Recruitment: ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment